સામાજિક કાર્યકરની પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત મોરબી : મોરબીના છેવાડાના વિસ્તાર શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં અમુક જગ્યાએ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી હોય અને અમુક વિસ્તારના રોડમાં સ્ટ્રીટ લાઈટ નાખવાંની બાકી હોય આ બાકી રહેલી સ્ટ્રીટ લાઈટ નાખવાની માંગ સાથે સામાજિક કાર્યકર દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે. સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, વોર્ડ નંબર-11માં આવેલ લાયન્સનગર શનાળા બાયપાસ પાસે જ્યાં મેઈન રોડ ગોકુળનગર લાયન્સનગર છે. જે બ્રિજ થઈને જતો રોડ જીઈબી કચેરી સુધી નવો બનાવ્યો છે.આ રોડના ગોકુળનગરના બોર્ડ સુધી રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે. પણ લાયન્સનગર જતા રોડ ઉપર છેક જીઇબી કચેરી સુધી એકપણ સ્ટ્રીટ લાઈટ નવી નાખવામાં આવી નથી. આથી આ રોડ ઉપર રાત્રે અંધારપટ્ટ છવાઈ જાય છે તેથી બાકી રહેલી સ્ટ્રીટ લાઈટ જલ્દી નાખવાની માંગ કરી છે.