મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા બાબતે મોરબી તાલુકા પંચાયતના સદસ્ય જલાભાઈ ડાભી દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે તેઓના મતવિસ્તારમાં ત્રાજપર-2 નજરબાગ ફિલ્ટરથી માંડલ જતી લાઇનમાંથી આ વિસ્તારને પાણી પૂરું પાડતા હતા. જે લાઇન બંધ કરી દેવામાં આવી છે. ધાર, ખારી વિસ્તાર, યોગીનગર, લક્ષ્મી સોસાયટી, સિલ્વર સોસાયટી, વાણિયા સોસાયટી, શક્તિનગર સહિત આશરે 10 હજારની વસ્તી ધરાવતો આ વિસ્તાર છેલ્લા એક મહિનાથી પાણી વગરનો છે. આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી મળતું બંધ છે. આથી, આ વિસ્તારના રહીશોને પીવાના પાણી માટે પડતી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો પાણીના આ પ્રશ્નનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવા અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..