રહીશો દ્વારા મોડપર ગ્રામ પંચાયત તલાટી મંત્રી અને સરપંચ સમક્ષ લેખિતમાં રજુઆત મોરબી : મોરબી જિલ્લાના મોડપર ખાતે અનુસૂચિત જાતિ વાસના મેઈન રસ્તાનું સમારકામ તેમજ વરસાદી પાણીનો નિકાલ કરવા બાબતે અનુસૂચિત જાતિ વાસના રહીશો દ્વારા મોડપર ગ્રામ પંચાયત તલાટી મંત્રી અને સરપંચ સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, મોડપર ખાતે અનુસૂચિત જાતિ વાસમાં ખરાબ રસ્તા અને વરસાદી પાણી ભરાઈ જવા અંગે અનેકવાર રજુઆત કરવામાં આવી હતી. આ રસ્તો અવચર ભૂરાના ઘર પાસેથી અમરશી ગોવિંદના ઘરની પાછળ સુધીનો રસ્તો થોડાક વરસાદને લીધે વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી રસ્તા પર પાણી ભરાતું હોય અને સમસ્ત ગામના લોકોને ખેતર જવામાં તેમજ અનુસૂચિત જાતી વાસના લોકોનો આવવા જવાનો મુખ્ય માર્ગ હોય ચાલીન જવા તેમજ અન્ય વાહનો પણ મહા મુસીબતે નીકળતા હોય જેથી તેનો તાત્કાલીક નિકાલ કરવામાં માંગ કરવામાં આવી છે.