જિલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઈ ગડારાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી મોરબી : મોરબી ભક્તિનગર સર્કલ તેમજ ટંકારા-લતીપર ચોકડી સર્વિસ રોડ ઉપર ભારે વરસાદને કારણે મસમોટા ગાબડાં પડી ગયા છે. તેથી, વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ રોડ ઉપર પડેલા ખાડાને કારણે અકસ્માતનું જોખમ સર્જાયું છે. આથી, આ રોડને માર્ગ અને મકાન વિભાગ તાકીદે રીપેર કરે તેવી માંગ સાથે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મોરબી જીલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ છે. મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે મોરબી ભક્તિનગર સર્કલ ફોરટ્રેક રોડનું કામ હાલ ચાલુ હોય તેના સર્વિસ રોડ ઉપર ભારે વરસાદના કારણે મોટા ખાડા પડી ગયા છે. આથી, વાહનો ચાલી ન શકે તેવી પરિસ્થિતી ઊભી થઈ છે. તેમજ ઘણા વાહનો ખાડાના કારણે ઉંધા પણ પડી જતા નાના મોટા અકસ્માત સર્જાય છે. તેમજ ટંકારા-લતીપર ચોકડીના સર્વિસ રોડ ઉપર પણ આવી જ પરિસ્થિતી છે. ત્યાં પણ ખાડાઓને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. આથી, ભક્તિનગર સર્કલ તેમજ ટંકારા-લતીપર રોડને રિપેરીગ કરવા માયે માર્ગ અને મકાન વિભાગને જિલ્લા કલેકટર યોગ્ય સૂચના આપીને આ બન્ને રોડનું યોગ્ય રીતે રિપેરીગ કરાવે તેવી માંગ કરી છે.