મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટર રીપેર કરવા અંગે ગરવી ગુજરાત પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી જયેશ સોમાણીએ ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે, મોરબીના કાલીકા પ્લોટ વિસ્તાર શેરી નં.6 માં ગટરો ઉભરાય છે. જેના કારણે રોગચાળો વધવા માંડયો છે. લોકોને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાલીકા પ્લોટ શેરી નં.6 માં મસ્જિદ હોવાથી નમાજી માણસોને હાલાકી ભોગવવી પડે છે. જે અંગેની અરજી રહેણાંક વાસીઓ કરેલ હતી. કામ ચાલુ કરાવવા માટે ચીફ ઓફિસરે 4-દિવસનો ટાઇમ આપેલ હતો. પરંતુ તે સમય પુરો થવા છતાં કામ શરૂ કરેલ નથી. તો હાલ ચોમાસુ નજીક હોય તાત્કાલીક અસરથી કામ ચાલુ કરાવવાની માંગ ઉઠી છે.