મોરબીના જાગૃત નાગરિકે કલેકટર અને ચીફ ઓફિસરને રજુઆત કરી મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ લોખડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સહિત આ સમગ્ર જગ્યાનું રીનોવેશન કરી મોર્ડન સ્વરૂપ આપવાની માંગ સાથે જાગૃત નાગરિકે કલેકટર અને ચીફ ઓફિસરને રજુઆત કરી છે. મોરબીના જાગૃત નાગરિક મેહુલભાઈ ગાંભવાએ નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ તેમજ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, બ્રિટીશ સામ્રાજ્યને હચમચાવી દેશની આઝાદી માટે અનેરું યોગદાન આપી અંખડ ભારતનું નિર્માણ કરી લોખડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે પ્રતિમા આવેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શ જીવનમાંથી શહેરના લોકો પ્રેરણા મેળવે તે માટે અહીંયા બનાવેલી તેમની પ્રતિમાનું જતન કરવું જરૂરી છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા પાસેની જગ્યા અને ગ્રાઉન્ડમાં બનનાવામાં આવેલા બેસવાના ઓટલા બિસમાર હાલતમાં હોવાથી તેનું યોગ્ય સમારકામ કરવા તેમજ આ સંપૂર્ણ જગ્યાને આધુનિક ટચ આપી મોર્ડન સ્વરૂપ આપવાની તેઓએ માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..