ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાની નાયબ મુખ્યમંત્રીને રજુઆત મોરબી : માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ઘણા માર્ગો ખખડધજ હાલતમાં છે. તેથી, ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી, માળીયા તાલુકાના ખરાબ માર્ગોનું નવીનીકરણ કરવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકાના નીચે જણાવેલ ગામોને જોડતા ઘણા રસ્તાઑ બિસ્માર હાલતમાં છે. આ રસ્તાઓ જે તે ગામના લોકોને ખુબજ ઉપયોગી છે. પરંતુ માળીયા તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારોના માર્ગો લાંબા સમયથી ખખડધજ હાલતમાં હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી, આવા ખરાબ રસ્તાઑને ડામરથી મઢવા ખુબજ જરૂરી છે. જેમાં માળીયા તાલુકાના ચાંચવદરડાથી નાના દહીસરાને જોડતો રોડ, મોટા દહીસરાથી નાના ભેલાને જોડતો રોડ, નાના દહીસરાથી તરઘરીને જોડતો રોડ, મોટા દહીસરાથી તરઘરીને જોડતો રોડ, મોટા દહીસરા ગામે નદીમાં પુલ અથવા કોજવે બનાવવાનું કામ, મોટા દહીસરાથી વર્ષામેડીને જોડતો રોડને ડામરથી મઢવા માટે જવાબદાર તંત્રને યોગ્ય આદેશો કરી મંજૂર કરાવવાની માંગ કરી છે.