જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરાઈ મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ આસપાસમાં આવેલા ગેરકાયદે દબાણો ટ્રાફિકને નડતરરૂપ હોવાથી આ દબાણો દૂર કરીને ટ્રાફિકને હળવો કરવાની માંગ સાથે જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે. મોરબીના જાગૃત નાગરિક દીપ પંડ્યાએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, મોરબીના રેલવે સ્ટેશન ચોકમાં આવેલ ભોજાબાપાની પ્રતિમા સામે નગરપાલિકાની હદમાં આવતી સ્ટેશન રોડની શેરી નંબર 1, 2,3 માં રસ્તા ઉપર હોર્ડિંગ્સ, કેબીન, રેકડીઓ સહિતના દબાણો હોવાથી આ દબાણો લોકોને ત્યાંથી અવરજવર કરવામાં અવરોધરૂપ બને છે. રેલ્વે સ્ટેશન હોવાથી મોરબી અને આસપાસના અનેક લોકો અહીં આવે છે. જેથી આ દબાણોને કારણે અનેક મુસાફરોને ત્યાં ઉભા રહેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી, આ દબાણો દૂર કરવા યોગ્ય કાર્યવાહીની તેઓએ માંગ ઉઠાવી છે.