શાળા-કોલેજો શરૂ થતાં ટ્રાફિક માટે શાક માર્કેટ અડચણરૂપ, શાક માર્કેટને અન્યત્ર ખસેડી લેવાની માંગ સાથે કલેકટર રજુઆત મોરબી : મોરબીમાં કોરોનાની વિદાય વચ્ચે શાળા-કોલેજો શરૂ થઈ ગઈ છે. મોટાભાગના શૈક્ષણિક સંકુલો શનાળા રોડ સરદાર બાગ આસપાસ આવેલા હોય પણ ત્યાં ભરાતી શાક માર્કેટને કારણે ટ્રાફિકની ભારે હાડમારી સર્જાઈ છે. આથી સામાજિક કાર્યકર નિર્મિત કકકડે જિલ્લા કલેકટરને રજુઆત કરી ટ્રાફિકની સમસ્યા નિવારવા મોરબીના સરદાર બાગ પાસે ભરાતી શાક માર્કેટ અન્યત્ર સ્થળાંતર કરવા માંગ ઉઠાવી છે. રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામેના ગ્રાઉન્ડમાં દરરોજ વહેલી સવારે શાક માર્કેટ ભરાઈ છે અને આ સ્થળે અનેક શૈક્ષણિક સંકુલો આવેલા છે.દરમિયાન સરકારે હમણાં જ શાળા-કોલેજો શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આથી સરદાર બાગ આસપાસના શૈક્ષણિક સંકુલો ધમધમી ઉઠ્યા છે. વહેલી સવારે અહીં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. ત્યારે અહીં શાક માર્કેટને કારણે ટ્રાફિકની ભારે હાડમારી સર્જાઈ છે. શાક માર્કેટને કારણે ઢોરનો ત્રાસ પણ વધી ગયો છે અને છાશવારે અકસ્માત સર્જાઈ છે. વધુમાં જણાવ્યું હતું કે, વરસાદના સમયે આ વિસ્તારમાં ગટર અને પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. તેથી જન આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. શાળા કોલેજો શરૂ કરવાની સાથે પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પણ અહીં ટ્રાફિકનો મોટો પ્રશ્ન હોઈ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈને ટ્રાફિકની સમસ્યા નિવારવા મોરબીના સરદાર બાગ પાસે ભરાતી શાક માર્કેટ અન્યત્ર સ્થળાંતર કરવા માંગ ઉઠાવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..