સ્થાનિક નાગરિકો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત મોરબી : મોરબીમાં ભીમરાવનગર-આંબેડકર સ્કૂલની બાજુમાં પીવાનું પાણી નિયમિત આપવા બાબતે સ્થાનિકો વતી જાગૃત નાગરિક ચૌહાણ જીતેન્દ્રભાઈ અને પરમાર હીમનભાઈ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયુ છે કે, વીસીપરા ખાતે રોહીદાસપરા પાછળ ભીમરાવનગર-આંબેડકર સ્કૂલની બાજુના વિસ્તારમાં ઘણા સમયથી પીવાનું પાણી નિયમિત મળતું નથી તો તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગણી કરાઇ છે. હાલમાં રણછોડનગર પાણીનો સંપ બનેલ છે. તે આ વિસ્તારની નજીક થાય તો આ સંપથી કનેક્શન આપી તાત્કાલિક પાણીની વ્યવસ્થા થઈ શકે તેમ હોવાનું ઉમેરી અરજી ધ્યાને લઇ જરૂરી પગલાં લેવા લતાવાસીઓની માંગણી છે.