મોરબી : મોરબી નગર પાલિકાના મુખ્ય દ્વાર પાસે અગાઉ 'મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલ'નું બોર્ડ હતું, તે લગાવવા બાબતે ભાજપ નેતા અને વોર્ડ નં. 4ના સુધરાઇ સભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી નગરપાલિકા સાંચાલીત મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલ કે જે મોરબી શહેરનું ઘરેણું કહી શકાય તેવો એક માત્ર હોલ છે. આ ટાઉન હોલનું નામ મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલ છે. આ અગાઉ નગર પાલીકાના મુખ્ય દરવાજે 'મહારાજા મહેન્દ્રસિંહજી' ટાઉન હોલ એવું બોર્ડ મારેલું હતું. જે હાલ ઘણા સમય થયા કોઈ પણ કારણ વગર ઉતારી લેવામાં આવેલ છે. આ ટાઉન હોલ જે મોરબી શહેરનું ગૌરવ ગણાય અને મોરબીના રાજવી પરિવાર દ્વારા માતબર રકમના ડોનેશન દ્વારા જે તે વખતે તે બનાવેલ, જેનું માન ન જાળવી શકીએ તો અપમાન થાય તેવું પણ ન થવું જોઈએ. માટે અપીલ કરાઈ છે કે તાત્કાલિક ધોરણે અગાઉ જે જગ્યાએ એટલે કે ટાઉન હોલના મુખ્ય ગેઇટ પાસે મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલનું બોર્ડ લગાવવામાં આવે. જેથી, રાજવી પરિવારની યાદગીરી જળવાય રહે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate