વાંકાનેરમાં માર્કેટ યાર્ડ અને ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી વાંકાનેર : વાંકાનેરમાં માર્કેટ યાર્ડ ફરીથી કાર્યરત કરવા અને વાવાઝોડામાં લીધે પાકમાં થયેલ નુકશાનીનું વળતર ખેડૂતોને ચુકવવા બાબતે ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે કોરોનાના કારણે પાછલા આશરે ચાલીસ દિવસથી વાંકાનેર માર્કેટ યાર્ડ બંધ છે. જેના કારણે ખેડુતોએ માલ સસ્તામાં વેચવા પડે છે. અને ઘણા ખેડુતો આર્થિક ભીસ અનુભવે છે. હવે ચોમાસુ નજીક હોવાથી ખેડૂતોને ખાતર, દવા, બિયારણ માટે તાત્કાલીક પૈસાની જરુરીયાત ઉભી થઈ છે. માટે તાત્કાલીક ધોરણે માર્કેટ યાર્ડ કાર્યરત કરવામાં આવે તેવી માંગણી છે. વધુમાં, તાજેતરમાં તોકતે વાવાઝોડાના કારણે મતવિસ્તાર એવા કુવાડવા વિસ્તારમાં જુવાર, બાજરી, તલ, મગ, અડદ, લીલોચારો, રજકા બી, ડુંગળી સહીતના પાકોમાં મોટા પાયે નુકશાન થયેલ છે. અને મોટા ભાગનો પાક સંપુર્ણ નુકશાન પામેલ છે. તો તાત્કાલીક ધોરણે સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી અપીલ કરાઈ છે.