ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના જિલ્લા ચેરમેનની રજુઆત મોરબી : ગુજરાત પ્રદેશ ઓબીસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીની સુચનાથી આજ તારીખ 29/10/2021 ના રોજ મોરબી જિલ્લા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ આહીર તથા મોરબી શહેર ઓબીસી કોંગ્રેસ પ્રમુખ લખુભા ગઢવીની આગેવાની હેઠળ કલેકટર કચેરી એ પોલીસ વિભાગમાં સૌથી વધુ કામગીરી કરવા છતાં ઓછો ગ્રેડ પે છે તો ગ્રેડ પે વધારવા બાબત તથા મોરબી-માળીયા વિસ્તારમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ઉભા મોલમાં થયેલ નુકસાનનુ વળતર ચૂકવવા બાબતે આવેદનપત્ર આપેલ છે. સમગ્ર ગુજરાતભરમાં હાલ પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે સહિતના મુદ્દે સોશિયલ મીડિયા આંદોલન છેડવામાં આવ્યું છે જે આંદોલનનને વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષ દ્વાર ટેકો આપીને ગુજરાતના તમામ જીલ્લાઓમાં કલેક્ટરને આવેદન આપવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના મોરબી જિલ્લા ચેરમેન રાજુભાઇ જારીયાએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને ગુજરાતના પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે સહીત અન્ય સુવિધાઓના લાભ આપવા માંગ કરી છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં જે ખેડૂતોને પાકમાં નુકસાન થયું હોય તેને વળતર ચુકવવાની માંગ પણ ઉઠાવી હતી. ગુજરાત પ્રદેશ ઓબીસી કોંગ્રેસના મહામંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી પ્રવીણભાઈ મૈયડે હાજરી આપેલ તથા મોરબી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી જિલ્લા ઓબીસી કોંગ્રેસ ના મહામંત્રી મનસુખભાઈ વાઘેલા, જીલ્લા પંચાયતના પુર્વ ચેરમેન અમુભાઈ હુંબલ, મોરબી જિલ્લા મહામંત્રી વિનોદભાઈ ડાભી, ગુજરાત પ્રદેશ માલધારી સેલના ઉપપ્રમુખ મનસુખભાઈ રબારી, લીગલ ડિપાર્ટમેન્ટના પ્રમુખ દિપકભાઈ પરમાર, હળવદ તાલુકા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ--જીલુભાઈ પરમાર, માળીયા તાલુકા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ-પ્રભુભાઇ નાટડા, મોરબી તાલુકા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ભરવાડ, ટંકારા તાલુકા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ નિલેશભાઈ સુરલીયા તથા તમામ મોરબી ઓબીસી કોંગ્રેસ સમીતીના હોદ્દેદારોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..