બે દિવસ પહેલા જ દર્દીએ ડોકટરને વગર વાંકે સ્ટીલનુ સ્ટુલ મારી ગંભીર રીતે ઘાયલ કર્યા બાદ ઉઠી માંગ : કર્મચારીઓ પણ શિસ્તમા રહી ફરજ બજાવે એ માટે તીસરી આંખની જરૂર ટંકારા : ટંકારાના સામાજિક કાર્યકર અને સિધ્ધિ વિનાયક ગ્રુપના પ્રતિક આચાર્ય લાલાભાઈ એ ટંકારા સિવિલ હોસ્પિટલમાં સિસીટીવી કેમેરા મુકવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જે રીતે હાલની સ્થિતિ જોતાં ડોક્ટરો માનવતાવાદી વલણ દાખવી ઈલાજ કરી રહ્યા છે ત્યારે ટંકારામા મેડિકલ ઓફિસર ઉપર હિચકારી હુમલો કરી ઘાયલ થયા હોવાથી હજુ સારવાર અર્થે હોસ્પિટલમાં છે ત્યારે જો અહી કેમેરા હોત તો આ ઘટના કેદ થઇ આરોપીએ હાથ ઉપાડતા પહેલા વિચાર કરવો પડ્યો હોત. સાથે સાથે જે કર્મચારી કામ ચોરી કરી રહ્યા હશે, તેઓ પણ કેમેરાના લીધે કામચોરી કરતા બંધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિસીટીવી થી સજ્જ છે તો આ સૌથી મોટુ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કેમ નહી? એવો પ્રશ્ન ઉઠે છે.