સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લાના હજનાળીથી દહીંસરા ગામના ગાડા માર્ગને કારણે ગામલોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી ગામલોકોને પડતી હાલાકી દૂર કરવા માટે સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હજનાળીથી દહીંસરા ગામના ગાડા માર્ગને આરસીસી રોડ બનાવવાની માંગ કરી છે. મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લાના મોરબી તાલુકાના હજનાળી ગામથી માળીયા તાલુકાના દહીંસરા ગામ અને આંબાનગર ગામના બસ સ્ટેન્ડ પાછળનો માર્ગ એકદમ ખખડધજ ગાડા માર્ગ હોવાથી ગામલોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે છે. આ રોડ આરસીસી કે પાકા ડામર રોડ સાથે બ્રિજ અને પુલિયાનું નિર્માણ થાય તો અકસ્માતનું ભારણ ઘટશે તેમજ માનવ કલાકો અને પેટ્રોલ ડીઝલની પણ બચત થશે. વધુમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદર વિકાસની હરણફાળ ભરવા જઈ રહ્યું છે. ત્યારે આ ગ્રામ્ય વિસ્તારનો અંતરરિયાળ માર્ગ પણ નવો બને તે જરૂરી છે અને પાકો રોડ બનશે તો સ્થાનિકોને મોટી રાહત થશે તેમજ વધુ સારી સુવિધા પ્રાપ્ત થશે તેથી હજનાળીથી દહીંસરા ગામના ગાડા માર્ગને આરસીસી રોડ બનાવવાની માંગ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..