શહેર - તાલુકા કોંગ્રેસ સમિતિની કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆતવાંકાનેર : વાંકાનેર તાલુકામાં અનાવૃષ્ટિના કપરા સંજોગોમાં ખેડુતોનો પાક બચાવવા મચ્છુ -1 ડેમમાંથી પિયત માટે તાત્કાલીક પાણી આપવાની માંગ સાથે વાંકાનેર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત કરવામાં આવી છે.વાંકાનેર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત કરી છે કે, વાંકાનેર શહેર તથા તાલુકામાં ઓછા વરસાદના કારણે નદી-નાલામાં પાણી ભરાયા જ નથી. ઉપરાંત વર્ષાઋતુના મુખ્ય ઓગસ્ટ માસમાં બીલકુલ વરસાદ પડેલ ન હોય નદી-નાળા તથા કુવાના તળના પાણી સુકાઈ જવા પામેલ છે. રેગ્યુલર ચોમાસુ હોય ત્યારે સપ્ટેમ્બર માસ સુધી વરસાદ રહેતો હોવાના કારણે ડેમમાંથી સિંચાઈ માટે પાણી મોડું છોડવામાં આવે તો યોગ્ય છે પરંતુ ચાલુ વર્ષે પુરો ઓગસ્ટ માસ કોરો જવાના અસાધારણ સંજોગોમા ખેડુતોને પિયત માટે પાણી મેળવવાના કોઇ સ્ત્રોત નથી પરીણામે પાક નિષ્ફળ જવાની ભીતિ સ્પષ્ટ નજરે પડે છે. આ સંજોગોમાં ખેડુતોની આજીવીકાના આધાર સ્તંભ કપાસ સહિતના પાકને બચાવવા માટે મચ્છુ-1 નું પાણી તાત્કાલીક છોડવાનો નિર્ણય કરવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.