સામાજિક આગેવાનોની ચીફ ઓફિસર અને પ્રમુખને રજુઆત મોરબી : મોરબીના નહેરૂગેટ ચોક પાસે રસ્તાની હાલત ખરાબ હોય અહીં પેવર બ્લોક નાખવા માટે સામાજિક આગેવાનોએ ચીફ ઓફિસર અને પ્રમુખને રજુઆત કરી છે. સામાજિક આગેવાન રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા, મુસ્તાકભાઈ બ્લોચે ચીફ ઑફિસર અને પ્રમુખને રજુઆત કરી હતી કે મોરબીમાં નહેરૂગેટ ચોક કે જે વર્ષોથી મોરબીનું નઝરાણું કહી શકાય, ત્યાં ખાડા ખબળા વાળો રોડ થઈ ગયેલ છે. ત્યાં જો પેવર બ્લોક નાખવામાં આવે તો લોકોને સરળતા રહે. વધુમાં જણાવ્યું કે હવે નગરપાલિકામાં એક પક્ષનું સાશન હોય જેથી આ કાર્યને વધુ સરળતાથી કરી શકાય તેમ છે. તો આ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે અને તુરંત જ કામ શરૂ કરી દેવામાં આવે તેવી માંગ છે.