હડમતીયા સિંચાઇ સહકારી મંડળી દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત ટંકારા : મચ્છુ-1 જળસિંચન યોજનામાંથી સેકશન-2માં રવિપાક માટે સિંચાઈનું પાણી આપવા બાબતે હડમતીયા સિંચાઇ સહકારી મંડળી દ્વારા મચ્છુ-1 જળસિંચન યોજનાની કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે આ વર્ષે ચોમાસામાં કુદરતની મહેરબાની થતાં મચ્છુ-1 ડેમ ફૂલ ભરાયેલ છે. અને હમણાં પણ છેલ્લે સુધી કમોસમી વરસાદ થયેલ છે. અને આ વર્ષના ચોમાસામાં પણ ખેડૂતોની જરૂરીયાતથી અતિવધારે વરસાદ વરસતાં, ખરીફ પાકમાં ખેડૂતો નુકશાનીમાં છે. હવે ખેડૂતોને આ વર્ષના ખર્ચે અને ઘર ચલાવવા માટે અને પશુધન બચાવવા અને રવિપાકના વાવેતરના ખાતર અને બિયારણ તથા ખેતીકામ માટે ખર્ચે કરવાનો હોવાથી માત્ર અને માત્ર રવિ સીઝનના પાક સારો મળે તેના ઉપર સંપૂર્ણ આધાર છે. હવે સંપૂર્ણ મચ્છુ-1 કેનાલની સાફસફાઈ, કચરો, બાવળીયા વગેરે જેમ બને તેમ જલ્દી સાફસફાઈ સત્વરે કરીને, ખેડૂતોને ઘઉં, જીરૂ, રાયડો, કપાસ, પશુધન માટે ચારો વગેરે રવિપાકો માટે પાણીની જરૂરીયાત છે. કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યાં સુધીમાં હાલના ઉભા ખરીફ પાકો મગકળી અને કપાસ પણ નીકળી જશે. બધા ખેડૂને પોતાના ખેતરોમાં કુવા નથી. જેથી, પાણી કેનાલમાં છોડાશે એટલે જેમની પાસે પાણીનો સોર્સ નથી તે ખેડૂતો રવિપાકોનું વાવેતર કરી શકશે. સેકશન-2ના 14 ગામો હડમતીયા, લજાઈ, વિ૨૫૨, રાપર, સજનપર, ઘુનડા (સ.), ટંકારા, પંચાસીયા, કોઠારીયા, ટોળ, અમરાપર, વિગેરે તમામ ખેડૂતોને જરૂરીયાત હોય તો સત્વરે જેમ બને તેમ કેનાલથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે તાત્કાલીક ખેડૂતોની મીટીંગ બોલાવીને યોગ્ય આયોજન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. ચાલુ વર્ષે વધારે સમય સિંચાઈ વિભાગ અને ખેડૂતો પાસે પણ નથી. તેથી, તાત્કાલીક મીટીંગ બોલાવીને ખેડૂતો અને સિંચાઈ વિભાગ બંને સાથે મળીને, એકબીજાનો સહયોગ લઈને કામ કરે તો ખેડૂતોને જલ્દી રવિપાક માટે પાણી આપી શકાશે. આ વર્ષે આગળનું જે કાંઈ બાકીનું લેણું હોય તેની વસૂલાત નહી કરવા અને દર વર્ષે કરાતો 7.5 ટકાનો પિયાવાનો વધારો પણ નહી કરવા સેકશન-2ના સર્વે ખેડૂતો વતી વિનંતી કરવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..