મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ગામે કરવામાં આવેલ રોડના કામમાં થયેલ ગેરરીતીની તપાસ કરવા બાબતે વનાળીયા ગામમાં રહેતા જુસબભાઇ અલીભાઈ સુમરા દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવી છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે વનાળીયા ગામમા હાલની તકે એક રોડ બનાવ્યો છે. જેને 8-10 દિવસ થયા, રોડનો સીમેન્ટ ધુળની માફક ઉડવા લાગ્યો છે અને રેતી બહાર દેખાવા લાગી છે. ત્યારે આ રોડ નીતી-નિયમ મુજબ અને ગુણવતા મુજબનો બનાવવામાં આવ્યો ન હોય તેમ લાગી રહ્યું છે. આથી, આ રોડની ગુણવતા તપાસવા રોજ કામ કરી નમુના લઈ તેનુ પરીક્ષણ કરવામાં આવે અને જ્યાં સુધી આ તપાસ પુર્ણ ન થાય ત્યા સુધી આ રોડના કામનું ચુકવણુ કરવામાં ન જણાવવામાં આવેલ છે. ત્યારે આ રોડની ગુણવતાની ચકાસણી પ્રમાણીકપણે કરાવવામા આવે તેવી અપીલ કરાઈ છે.