વોર્ડ-4 કાઉન્સિલર જસવંતીબેન શિરોહિયાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી મોરબી : મોરબીના સામાકાંઠે પોસ્ટ ઓફિસથી નઝરબાગ પાછળના રોડની તમામ લાઈટો નવી નાખીને ચાલુ કરવા માંગ સાથે વોર્ડ-4 કાઉન્સિલર જસવંતીબેન શિરોહિયાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીના વોર્ડ નંબર 4 સામાકાંઠે આવેલ પોસ્ટ ઓફિસથી નઝરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો જ નથી. નગરપાલિકાના કર્મચારીઓ લાઈટ કાઢીને લઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. નઝરબાગ રેલવે સ્ટેશન પછળ ભડીયાદ રોડ ફાટકથી સ્ટેશન સુધી અંધારપટ્ટ છવાઈ રહે છે. તેથી, આ વિસ્તારમાં રાત્રે નીકળવું ખૂબ જ મુશ્કેલ બને છે અને રાત્રે અવરજવર કરતા વાહનોના પ્રકાશથી અંજાઈ જવાને કારણે અકસ્માતનો ભય રહે છે. તેથી, આ વિસ્તારમાં અંધાર પટ્ટનો પ્રશ્ન તાકીદે ઉકેલીને અહીંયા સ્ટ્રીટ લાઈટ નાખીને ચાલુ કરવાની માંગ કરી છે.