ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કમિશનના કે.ડી.બાવરવાની કલેકટર અને ચૂંટણીપંચને રજુઆત મોરબી : મોરબી જિલ્લાની માળીયા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત મતગણતરી સ્થળ પીપળીયા આઈટીઆઈ ખાતે રાખવામાં આવ્યું હોવા ઉપરાંત સ્ટ્રોંગરૂમમાં સીસીટીવી કેમેરા લગાવાયા ન હોય ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કમિશનના કે.ડી.બાવરવાની કલેકટર અને ચૂંટણીપંચને રજુઆત કરી તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવવા માંગ ઉઠાવી છે. મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી કે.ડી. બાવરવાએ જણાવ્યું છે કે, માળિયા (મી.) નગરપાલિકા ની ચુંટણી માટેનું મત ગણતરી સેન્ટર પીપળીયા ITI માં રાખેલ છે. જે ખરેખર તો માળિયા થી ઘણું દુર રાખવામાં આવેલ છે. નજીક હોવું જોઈએ અને આ મત ગણતરી સેન્ટર પર આવેલ સ્ટ્રોંગ રૂમ પર તેમજ બિલ્ડીંગના ફરતે સીસીટીવી કેમેરા મુકવામાં આવેલ નથી તો અમારી માંગણી છે કે આ ITI ખાતે આવેલ સ્ટ્રોંગ રૂમ પર અને બિલ્ડીંગના ફરતે સીસી ટીવી કેમેરા મુકવામાં આવે.આવું કરવામાં નહી આવે તો સતાધારી પક્ષના દબાવમાં ગરબડ થવાની પૂરે પૂરી શક્યતાઓ રહેલી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.