સબ જેલ સ્ટાફે જેલ કર્મચારીઓની બદલી ઝોન વાઇઝ કરવા અને બદલીનો ગાળો ત્રણ વર્ષથી વધારવા સહિતની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું મોરબી : મોરબી સબ જેલ સ્ટાફ દ્વારા પોલીસ પ્રોત્સાહિત પેકેજમાં સમાવા તેમજ જેલ કર્મચારીઓની બદલી ઝોન વાઇઝ કરવા અને બદલીનો ગાળો ત્રણ વર્ષથી વધારવા સહિતની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું. મોરબી સબ જેલ સ્ટાફે કલેક્ટરને આવેદનમાં જણાવ્યું હતું કે, હાલ ગુજરાત સરકાર દ્વારા ફીક્સ રકમ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ જાહેર કરેલ છે. તેમજ ફિક્સ પે ના કર્મચારીઓના રજા પગારમાં રૂ.૧૫૦ની જગ્યા પર રૂ.૬૬૫ કરવામાં આવેલ છે. જે મુજબ પોલીસ સમક્ષ જેલ વિભાગના કર્મચારીઓને ફીક્સ રકમ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ તાત્કાલીક આપવો, જેલ કર્મચારીઓની બદલી ઝોન વાઇઝ કરવામાં આવે જેથી કરી જેલ કર્મચારીઓના સંતાનોના શિક્ષણ પર અસર ન થાય. તેમજ જેલ કર્મચારીઓની બદલીનો સમયગાળો ત્રણ વર્ષથી વધારવામાં આવે જેથી માનસીક તથા શારિરીક તણાવમુક્ત ફરજ બજાવી શકીએ વધુમાં જણાવ્યું હતું કે, જેલમાં કર્મચારીઓને થતી શિક્ષામાં સુધારા કરી ઇજાફા રોકવા તેમજ અજમાયશી વધારવાની શિક્ષાની જ્ગ્યાએ પોલીસની જેમ રોકડ દંડ અથવા નાની શિક્ષા કરવામાં આવે જેથી નાના કર્મચારીઓને ભવિષ્યમાં આર્થીક તેમજ બઢતીમાં નુકશાન ન થાય. તાલુકા સબ જેલ, જેલ હસ્તક હોવાછતાં જેલ પોલીસ સ્ટાફ મુકવામાં આવતા નથી જેથી તમામ તાલિકા સબ જેલ પર જેલ સ્ટાફને ફરજમાં મુકવા યોગ્ય રજુઆત કરવી, પોલીસને વર્ષ દરમિયાન મળતા આર્ટિકલો તેમજ યુનીફોર્મ જેલ પોલીસ કર્મચારીઓને પણ ફાળવવામાં આવે તેમજ પોલીસ સમકક્ષ આર્ટિકલમાં સુધારો કરવામા આવે, સમાન પધ્ધતીથી થતી ભરતી બાબત વિસંગતતા દૂર કરી પોલીસ સમકક્ષ પોસ્ટ હોવાથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.