ધારાસભ્યએ ભારત સ્વચ્છતા મિશનના ગુજરાતના ડાયરેકટરને રજુઆત કરી મોરબી : મોરબીમાં સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત ઘન કચરાના નિકાલની પ્રક્રિયા યોગ્ય પ્રોસેસીગ મારફત વધુ ધનિષ્ઠ બને તે માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો ડી.પી.આર પ્રોજેકટ અમલમાં મૂકી મોરબીમાં પાલિકાને આ પ્રોજકેટ હેઠળ જરૂરી ગ્રાન્ટ આપવા માટે ધારાસભ્ય મેરજાએ સ્વચ્છતા મિશન ગુજરાતના ડાયરેકટરને રજુઆત કરી છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ભારત સ્વચ્છતા મિશન ગુજરાતના ડાયરેકટરને રજુઆત કરી હતી કે, મોરબીમાં સ્વચ્છતા મિશન હેઠળ શહેરમાં કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો ડી.પી.આર.પ્રોજેકટને મંજૂર કરવો જરૂરી છે મોરબી શહેરમાં કચરાના નિકાલની પ્રક્રિયા યોગ્ય પ્રોસેસિંગ મારફત વધુ ઘનિષ્ઠ બને અને કચરા એકત્રિતકરણ તથા પરિવહનની કામગીરી વધુ ઝડપી બને તેમજ દૈનિક એકત્રિત થતા કચરાનું યોગ્ય રીતે પ્રોસેસિંગ થાય તથા સૂકો અને ભીનો.કચરો અલગ પડવાના મિટિરિયલ્સ મુજબ કમ્પોસ્ટીગ થાય અને ડંપીગ સાઇટ પર કચરાનું યોગ્ય રીતે પ્રોસેસિંગ થાય તથા શહેરના સ્વચ્છતાની હિતમાં મોરબીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો ડી.પી.આર પ્રોજેકટ મંજૂર કરવાની માંગ કરી છે.તેમને વધુમાં જણાવ્યું હતું કે, મોરબી પાલિકામાં ભલે કોઈપણ પક્ષનું શાસન હોય પણ આખરે દરેક શાસક પક્ષ માટે શહેરની પ્રજાને તમામ પ્રકારની સુવિધા આપવી એ.મુખ્ય જવાબદારી હોય છે.એ દ્રષ્ટિએ. મોરબી શહેર ગંદકી મુક્ત બનીને સ્વચ્છ અને સાફ સુથરુ રહે તે માટે પાલિકા તંત્રને જે તે રાજ્ય સરકારે સહયોગ આપવો જરૂરી હોય છે.ત્યારે શહેરને ગંદકી મુક્ત બનાવવા માટે આ પ્રોજેકટ ખૂબ જ જરૂરી છે જો આ પ્રોજેકટ અમલી બનશે તો મોરબીમાં કચરાનો યોગ્ય નિકાલ અને પ્રોસેસિંગ થશે તેમજ શહેરીજનોનું આરોગ્ય એકદમ તંદુરસ્ત બનશે તેથી તેમણે આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne