મોરબી : મોરબી જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા સલાહકાર પી. પી. જોશી દ્વારા રેશન કાર્ડ પોર્ટબિલીટીનો અમલ કરાવવા જિલ્લા પુરવઠા અધિકારીને માંગ કરી છે. તેઓએ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે ગુજરાત સરકારે માર્ચ-2020થી પોર્ટબીલીટી જાહેર કરેલ છે. છતા તેનો અમલ થતી નથી. જે વ્યાજબી નથી કારણ કે મોરબી શહેરમાં ઘણા આજુબાજુનાં શહેરના જેમ કે હળવદ, માળીયા અને અન્ય શહેરના મજુર વર્ગ રહે છે. તેમને મોંઘાદાટ ભાડા ખર્ચીને તે સ્થળે લેવા જવું પડે છે. આ બાબતે અગાઉ પણ સરકારમાં રજુઆત કરેલ છે. સરકારે મંજુરી આપી દીધેલ છે. છતા મો૨બીના દુકાનદારો પોર્ટબીલીટી કરતા નથી. આ બાબતે તપાસ કરતા એવો જવાબ મળેલ કે અમને કોઇ ઉપરથી હુકમ મળેલ નથી. જયારે મોરબી ખાતે દુકાનદારો અન્ય કાર્ડધારકને રેશન કાર્ડમાં અમુક માલ આપે છે. તેમજ મોરબીમાં ઘણા દુકાનદારો પાસે વધારે પડતા કાર્ડ છે. જેને હિસાબે પ્રજાને હેરાન થવું પડે છે. તો આવા કાર્ડનું વિભાજન કરવું જરૂરી છે. અને સરકારના પરીપત્રનો ખુલેઆમ ભંગ કરવામાં આવે છે. સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. છતા ગરીબ પ્રજા હેરાન થાય છે. જે ઘણી જ દુ:ખની વાત છે. કોઇ દુકાનદારો બીલ આપતા નથી. પોતાની મરજી મુજબ વર્તન કરે છે. દુકાન સમયસર ખોલતાં નથી. આ બાબતે અવારનવાર રજુઆત કરેલ છતા કોઇ પરીણામ મળેલ નથી. ઘણી દુકાનો ઘણા સમયથી ચાર્જમાં ચાલે છે. છતા હજુ સુધી કોઇ કાર્યવાહી કરેલ નથી અને કરેલ હોય તો કોઇ નકકર પરિણામ આવેલ નથી. આ તમામ બાબતે વહેલી તકે યોગ્ય કરવા અપીલ કરાઈ છે.