બગસરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પી.જી.વી.સી.એલ. કચેરીને લેખિતમાં કરાઈ રજુઆત માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના બગસરા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને બનાવવામાં આવતા મકાનમાં નડતર રૂપ વાયર અને પોલની કામગીરી વિનામુલ્યે કરી આપવા બગસરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પી.જી.વી.સી.એલ. કચેરીને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, માળીયા (મી.) તાલુકાના બગસરા ગામ પંચાયત દ્વારા પી.જી.વી.સી.એલ. કચેરી પીપળીયા ચાર રસ્તા પેટા વિભાગમાં ગામમાં મંજુર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાયના મકાનના લાભાર્થીઓને તેમની માલીકીની જમીનમાં મકાનનું કામ ચાલુ હોય અને ફળીયા વચ્ચે નિકળતા તાર-વાયર અને નવા પોલ માટે લાભાર્થીઓએ અનેક લેખીત રજુઆત કરી હતી. ઓફિસના સ્ટાફ દ્વારા પૈસા અને ફી ભરો તેવી મૌખીક કહેતા હોય છે. અને ગામના લાભાર્થીઓને ધરમના ધક્કા ખાવા પડે છે અને કોઈ ઓફીસમાં જવાબ દેતા નથી. ત્યારે આ અંગે લાભાર્થીઓ દ્વારા સરપંચ સામે રજુઆત કરતા આજે ફરીવાર ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ અગાઉ પણ અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને સર્વે પણ કરવામાં આવ્યો હતો. તે મુજબ કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે હાલ લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે કે, આવા નાના અને ગરીબ માણસોને કોઈ ફી કે પૈસામાં માફી આપવા અને તેમને મકાનમાં નળતર રૂપ વાયર અને બીજી જગ્યાએ જતા નવા પોલ માટે લાભાર્થીને વિનામુલ્યે કામગીરી કરવા ગામ પંચાયત દ્વારા માંગણી કરવામાં આવી છે.