માળીયાની બગસરા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત માળીયા : માળીયા (મી) તાલુકાના બગસરા ગામે અગાઉ અગરિયાઓને મીઠાના ઉત્પાદન માટે જમીની માંગણી કરવામાં આવી હોય જેના સંદર્ભેમાં માપણી થઈ જતા હવે આ અગરિયાઓને જમીન ફાળવવાનો તાત્કાલિક હુકમ કરવા માંગ સાથે માળીયાની બગસરા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે. માળીયાની બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન પીપળીયા સહિતનાએ આજે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી કે, બગસરા ગામે રહેતા 31 જેટલા અગરિયાઓએ મીઠાના ઉત્પાદન માટે 10 એકર જમીન ફાળવણી માંગણી સંદર્ભે અરજીઓ કરી હતી.આથી માપણી પણ કરવામાં આવી હતી. આથી આ અગરિયા પરિવારો રોજીરોટી મેળવી શકે તે માટે મીઠાના ઉત્પાદન માટેની જમીનો ફાળવવાનો તાત્કાલિક હુકમ કરવાની માંગ કરી છે. સાથે સાથે બહારની કોઈ મોટી કંપની તેમજ બહારના લોકોની માપણીને રદ કરો સ્થાનિક અગરિયાઓને જ ન્યાય આપવાની ગુહાર કરી છે.