વરસાદ ખેંચાતા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે સૌની યોજનાના નાયબ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લામાં પ્રથમ વરસાદ પડી ગયા બાદ હવે વરસાદ ખેંચાયો છે. સમયસર વરસાદ ન પડતા ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે. ખાસ કરીને આગોતરા વાવેતર કરનાર ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે ત્યારે આવા સંજોગોમાં ખેડૂતોને સૌની યોજના હેઠળ સિંચાઈની સુવિધા આપી પાકને જીવતદાન આપવાની માંગ ઉઠી છે. ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ સૌની યોજનાના નાયબ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી હતી કે, હાલ ચોમાસાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે ઘણા બધા મોરબીના વિસ્તારની અંદર મેઘરાજાની પધરામણી પણ થઈ ચૂકી છે. ઘણા વિસ્તારમાં વાવણી પણ થઇ ચૂકી છે અને ઘણા વિસ્તારમાં ખેડૂતોએ આગોતરૂ વાવેતર પણ કરી ચૂક્યા છે. પણ હાલ વરસાદ સમયસર ન થતાં હાલ ખેડૂતો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ સમયે મોરબી જિલ્લામાં સૌની યોજના મારફતે ચેકડેમ તળાવો અને સિંચાઈના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરી ખેડૂતોને પાણી આપી ખેડૂતોની આ પરિસ્થિતિમાં સાથ આપી ખેડૂતોની વેદનાને ધ્યાનમાં લઈ તાત્કાલિક પાણી આપવાનો નિર્ણય લેવાની માંગ ઉઠાવી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..