ટંકારાને પ્રવાસન સ્થળ જાહેર કરવા બદલ સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીનો આભાર માની રજૂઆત કરી ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામમાં રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ ટંકારાને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. અને ટંકારાને નગરપાલિકા જાહેર કરવા અપીલ કરી છે. ટંકારાના વિરપર ગામના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ પટેલને પત્રમાં જણાવ્યુ છે કે, હાલ ગુજરાત સરકારે ટંકારાને પ્રવાસન સ્થળ જાહેર કરેલ તે બદલ તેમનો આભાર માનેલ છે. સાથોસાથ ટંકારાને વહેલી તકે નગરપાલિકા આપવા અને ટંકારા બસ સ્ટેશનનું કામ ઝડપી અને મજબૂત કરવા રજૂઆત કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..