સ્થાનિકોને ત્રાજપર ગ્રામ પંચાયતની કોઈ ગ્રાન્ટ કે સુવિધાનો લાભ ન મળતો હોવાની રાવ સાથે વિકાસ કમિશનરને રજુઆત મોરબી : મોરબી તાલુકાની ત્રાજપર ગ્રામપંચાયતના ન્યુ ત્રાજપર અને માળિયા- વનાળીયાને અલગ ગ્રામપંચાયત આપવાનો મુદ્દો વિકાસ કમિશનરની કચેરીમાં પેન્ડિંગ હાલતમાં છે આ મુદ્દા અંગે તાકીદે નિર્ણય લેવા આ વિસ્તારના લોકોએ વિકાસ કમિશનરને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે રામદેવનગર, શક્તિ સોસાયટી-2, શક્તિ સોસાયટી-1, માળિયા - વનાળીયા અને ઉમિયાનગર ત્રાજપર-3 સોસાયટીનો હાલ મતદાન સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયત ત્રાજપરમાં સમાવેશ થયેલ નથી. તે માત્ર તાલુકા અને જિલ્લા પંચાયતમાં જ છે. અને વિધાનસભા, લોકસભામાં ખાલી મતદાન થાય છે. આ સોસાયટી ન્યુ ત્રાજપર-2 છે. જેમાં મતદાર 2438 છે. સાલ 2011ની વસ્તી 3550 છે. ત્રાજપર ગ્રામ પંચાયતની કોઈ સુવિધા કે ગ્રાન્ટ અહીં મળી નથી. સરપંચ અને મંત્રીઓ આ વિસ્તારને લાભ આપવા માટે ગ્રામ પંચાયતમાં સામેલ કરતા નથી. જેથી તાત્કાલિક આ વિસ્તારને અલગ ગ્રામપંચાયત આપવામાં આવે અથવા કામ ચલાઉ રીતે મતદારોને ત્રાજપર ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવાની માંગ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..