જાગૃત નાગરીકે મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી મોરબી : મોરબીથી બગથળા ગામના રોડ હાલ ખખડધજ હોવાથી ખાસ કરીને દૈનિક અપડાઉન કરતા અનેક લોકોને ભારે પરેશાની વેઠવી પડે છે અને રોડ જોખમી બની ગયો હોય વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ ઉભું થયું છે. આથી, મોરબીથી બગથળા ગામના રોડને ફોરલેન બનાવવાની માંગ ઉઠી છે. મોરબીના જગૃત નાગરિક હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબીથી બગથળા ગામને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા છે. તેથી, વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ ઉદ્દભવ્યું છે. મોરબીથી બગથળા ગામને જોડતો મુખ્ય માર્ગની ખરાબ હાલતને કારણે ખેડૂતો, મહિલાઓ તેમજ સિનિયર સીટીઝન સહિતના ગ્રામજનોને ભારે હાલાકી પડે છે. આ ઉપરાંત, આ રોડ ઉપર દૈનિક અપડાઉન કરનાર નોકરિયાત, વિદ્યાર્થીઓ, શ્રમિકો સહિતની નોંધપાત્ર સંખ્યા છે. તેથી, આ રોડ અકસ્માત ટાળવા માટે આર.સી.સી. ફોરલેન રોડ બનાવવાની મંગણી કરી છે. સાથે-સાથે વાવડી ચાર રસ્તા- મોરબી બાયપાસ ઉપર પણ અકસ્માત નિવારવા માટે ઓવરબ્રિજ બનાવવાની તેઓએ માંગ કરી હતી.