ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની નાયબ કાર્યપાલક ઈજનેરને રજુઆત ટંકારા : ટંકારા તાલુકામાં સૌની યોજના હેઠળ આવતા તળાવ અને ચેકડેમો પાણીથી છલોછલ ભરવાની માંગ સાથે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા દ્વારા સૌની યોજના પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યું હતું કે, ટંકારા પંથકમાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે ખરીફ પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને મોટું આર્થિક નુક્સાન થયું હતું. ત્યારે ઉનાળુ પાકની હવે શરૂઆત થનાર છે આથી ટંકારા પંથકના ખેફુતો અતિવૃષ્ટિમાં થયેલી આર્થિક ખોટને સરભર કરી શકે તે માટે સૌની યોજના મારફત ટંકારા તાલુકામાં આવતા તળાવ અને ચેકડેમો પાણીથી ભરવાની તેઓએ માંગણી ઉઠાવી છે.