મોરબીની જાગૃત સંસ્થાના અગ્રણીએ રાજ્યના શિક્ષણ મંત્રીને રજુઆત કરી મોરબી : મોરબી સહિતના રાજ્યના પ્રાથમિક શિક્ષકોના લાંબા સમયથી પડતર પ્રશ્નો વણઉકેલ છે.તેમજ શિક્ષકોને બિનજરૂરી કામગીરી સોંપતા શિક્ષણ કાર્ય ખોરભે ચડે છે.જેથી સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટે છે.સરવાળે પ્રાથમિક શિક્ષણ કથળે છે.આથી આ તમામ પ્રશ્ને શિક્ષકોને ન્યાય આપવાની માંગ સાથે શિક્ષણ મંત્રીને રજુઆત કરાઈ છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતીલાલ ડી. બાવરવાએ રાજ્યના શિક્ષણમંત્રીને રજુઆત કરી હતી કે,ગુજરાતના પ્રાથમિક શિક્ષકો કે જે સરકારની કોઈ પણ કાર્યક્રમો હોય સરકારની કોઈ પણ યોજના હોય તેનો ઉપયોગ સરકાર દ્વારા આ યોજના ઓના પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેની અસર ગામડાના તેમજ શહેરના પ્રાથમિક શિક્ષણ ઉપર વિપરીત અસર પણ થાય છે.શિક્ષકો પાસે વિધાર્થીઓને ભણાવવા સીવાયના ઘણા બધા કામો કરવાવવામાં આવતા હોવાથી સરકારી શાળા ઓમા વિધાર્થીઓને અભ્યાસને અસર પણ થાય છે. જેના કારણે ઘણી જગ્યાઓએ વિધાર્થીઓની સંખ્યા માં ઘટાડો થયો છે. આમ છતાં આ શિક્ષકો વિધાર્થીઓને ભણાવવામાં ખંતથી પોતાની મહેનત કરીને વિધાર્થીઓના અભ્યાસને ઓછામાં ઓછી અસર થાય તેવી રીતે કામો કરતાં હોય છે. અને સાથે સાથે સરકાર દ્વારા અન્ય કામો સોપવા માં આવે તે પણ કરતાં હોય છે.શિક્ષકોએ સમાજ ઘડતરનું કામ કરતો વર્ગ છે. અને તે કામમાં આ શિક્ષકો પોતાનું લોહી રેડી ને કામ કરે છે. આવા કામો કરતાં શિક્ષકોની પડતર માગણીઑમાં જૂની પેન્શન યોજના ચાલુ કરવી જેમાં જે કર્મચારી પોતાની જિંદગીના ૩૫ થી ૪૦ વર્ષ સરકારની સેવા માં આપતો હોય તેને પેન્શન આપવું જ જોઈએ માટે જે પેન્શનનો સ્કીમ પહેલા ચાલતી હતી તેવી જ જૂના મુજબ ની સ્કીમ ચાલુ કરવા,પ્રાંથમિક શિક્ષકો ન આપવામાં આવેલ છ્ટ્ઠા પગાર પાંચ માં પણ ઘણી વિસંગતતાઓ હોય તેને દૂર કરવા કરવાની માંગ કરી છે. સાતમા પગાર પંચનો સંપૂર્ણ પણે શિક્ષકો માટે અમલ કરીને પગાર ધોરણ આપવામાં આવે, ઉચ્ચતર પગાર ધોરણ પણ મળવા પાત્ર તારીખ થી આપવા માં આવે તેમાં CCC+ પરીક્ષા પાસ કરવા માંથી મુક્તિ આપવામાં આવે અને તેમાં ૩૦-૬- ૨૦૧૬ પછી મુદત માં પણ વધારો કરવાપ્રથમ પગાર ઘોરણ રૂ ૪૨૦૦/ગ્રેડ પે ચાલુ રાખવા,સમગ્ર ગુજરાતમાં એસ.પી.એલ. રજા ની તાત્કાલિક ધોરણે મંજૂર કરવા, છેડાના ગામો માં ફરજ બજાવતા શિક્ષકોની પાસે થી જે બોન્ડ લેવામાં આવતો હોય તે નાબૂદ કરવા, ઉચ્ચ પ્રથિમક શિક્ષકોને અલગ ગ્રેડેસન આપવા ફિકસ પગાર વાળા શિક્ષકોને પૂર્ણ પગાર સાથે કાયમી કરવા, સરકારી કાર્યક્રમોમાં શિક્ષકોને કામના સોપાતા અન્ય કર્મચારી ઓને કામગીરી સોપવા, સ્કૂલો બંધ કરવાના નિર્ણયમાં ફેર વિચારણા કરવા અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોને હાનિ કરતી બાબતો દૂર કરવાની માંગ કરી છે.