રાજ્યના માર્ગ અને મકાન મંત્રી તેમજ જિલ્લા કલેકટરને પંચાયત અને ગ્રામજનોની રજુઆત મોરબી : મોરબીના જોધપર નદી ગામમાંથી પસાર થતા રોડને બારોબાર બાયપાસ કાઢવા મુદ્દે ગામલોકો આકરા પાણીએ થયા છે અને ગ્રામ પંચાયત દ્વારા પણ રાજ્યના માર્ગ અને મકાન મંત્રી તેમજ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. જો આ મામલે કોઇ કાર્યવાહી નહી થાય તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે. જોધપર ગામના કાંજીયા દિનેશભાઇ દેવરાજભાઈ નામના અગ્રણીએ માર્ગ મકાન મંત્રી નીતિનભાઈ પટેલને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, જોધપ૨ નદીથી ભડીયાદ તરફ જતો રસ્તો જોધપર નદી ગામ વચ્ચેથી પસાર થતો હોય તેના કારણે ગામલોકોને અનેક અડચણો ઉભી થાય છે. જેમાં મોટા વાહનો પુરપાટ ઝડપે પસાર થતાં હોય ગામલોકો અને નાના બાળકોના જીવનું જોખમ રહે છે. આથી ગ્રામજનો કાયમ અકસ્માતના ભયમાં જીવતા હોય અને ભવિષ્યમાં ગમે ત્યારે આકસ્મીક દુર્ઘટના બને તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે આ રોડ ઉપર ભારે વાહનોની અવરજવરને કારણે ગામમાં ધુળનું પ્રદુષણ ફેલાતુ હોય તેના કારણે ગ્રામજનોનું આરોગ્ય જોખમાય છે. તથા ઘોંઘાટના કારણે ગ્રામજનો કાયમી ત્રસ્ત રહે છે. મોટા વાહનોના અવાજના કારણે નાના બાળકોની સારસંભાળ રાખવામાં અવરોધ ઉભો થતો હોય તથા ગ્રામજનોના બી.પી.એલ. ધારકો ના મકાનો જર્જરીત થઇ શકે તેમ હોય અને મકાનોને પણ નુકશાન થતું હોય તાત્કાલીક ધોરણે આ બાબતે ડાયવર્ઝન રસ્તો કાઢીને કાયમી ધોરણે આ સમસ્યાનો ઉકેલ કરવાની માંગ કરી છે. સાથોસાથ ગ્રામ પંચાયત દ્વારા પણ અગાઉ આ મામલે રજુઆત થઈ હોવાનું જણાવી જો યોગ્ય ઉકેલ નહિ આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..