નગરપાલિકાના સભ્યની રાજ્યમંત્રીને રજૂઆત મોરબી : મોરબી શહેરમાં શનાળા રોડ પર પોસ્ટ ઓફિસ બનાવવા નગરપાલિકાના વોર્ડ નંબર 9ના સભ્ય જયંતીલાલ વિડજા દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે મોરબીના શનાળા રોડ પર અગાઉ સબ પોસ્ટઓફિસ આવેલ હતી. જે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો માટે આશીર્વાદ સમાન હતી. તે શનાળા પોસ્ટઓફિસમાં મર્જ કરવામાં આવી છે. તો હવે નવા બસ સ્ટેશનથી ઉમિયા સર્કલ વચ્ચે કોઈપણ સ્થળે પોસ્ટઓફિસ ખોલવામાં આવે તો સ્થાનિકો અને ખાસ કરીને સિનિયર સીટીઝન અનુકૂળતા રહેશે. હાલ શનાળા અને મોરબી મેઈન પોસ્ટ ઓફિસનું અંતર બંને બાજુ 3 કિલોમીટર જેટલું હોવાથી ટ્રાફિકના કારણે લોકોને પોસ્ટઑફિસે આવવા-જવામાં મુશ્કેલી પડે છે. આથી, વ્હેલી તકે પોસ્ટઓફિસ ચાલુ કરવા અપીલ કરાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..