ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી : મોરબીમાં રૂ. ૧૦ કરોડના ખર્ચે નવું સિંચાઈ સેવાસદન બાંધવા માંગ સાથે મોરબી-માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને વિગતવાર રજૂઆત કરી છે. રજુઆતમાં મોરબી ખાતે શનાળા રોડ ઉપર આવેલ હૈયાત સિંચાઇ વિભાગની કચેરીના જૂના મકાનો અને અઢી વીઘા જેટલી ખુલ્લી જમીન આવેલ છે ત્યાં નવું સિંચાઇ સદન બાંધવું જરૂરી છે. આ અંગે તત્કાલીન રાજ્ય કક્ષાના સિંચાઇ મંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી પણ આપેલ છે અને માર્ગ અને મકાન વિભાગે રૂ. ૯.૯૫ કરોડનું બ્લોક એસ્ટિમેન્ટ પણ તૈયાર કર્યું છે. આ નવા સિંચાઇ સેવા સદનમાં મોરબી ખાતેની સીંચાઈની અને નર્મદાની સેક્શન ઓફિસ, નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઈજનેરની જુદી-જુદી ૧૬ કચેરીઓ, ૧ લેબોરેટરી, ૨ સમિતિ ખંડ અને ૨ રેસ્ટ રૂમનો સમાવેશ કરી શકાય તેમ છે. મોરબી હાલ જિલ્લા કક્ષાનું મથક હોય જિલ્લા સિંચાઇ સેવા સદન બાંધવા અંદાજે રૂ. ૧૦ કરોડ ફાળવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખાસ માંગણી કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..