હળવદ : હળવદ-ટીકર-પલાસવા (કચ્છ) ફોરલેન R.C.C. રોડ બનાવવા અંગે મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે ભૌગોલીક રીતે કચ્છ જીલ્લો ટાપુ જેવો છે. જેથી, કચ્છને જોડતાં વૈકલ્પીક માર્ગો હોવા જરૂરી છે. સુરજબારી પુલનાં માર્ગે વારંવાર ટ્રાફીક જામની સમસ્યા રહે છે. વાહનચાલકો કલાકો સુધી રોડ ઉપર ટ્રાફીક જામની સમસ્યાનો ભોગ બને છે તેમજ અકસ્માતોનું પ્રમાણ ખુબ જ રહે છે. સમય, પેટ્રોલ, ડીઝલની બચત માટે પણ નવા રસ્તા કચ્છમાં જવા આવવા માટે બનાવવા જરૂરી છે. હળવદથી ટીકર થઈને પલાસવા (કચ્છ)નો માર્ગ ફોરલેન R.C.C. રોડ બને તો વાહન વ્યવહાર સરળ બને તેમ છે. વર્ષ 2000 દરમ્યાન આ રોડનાં કામ અંગે ટેન્ડરીંગ પ્રક્રિયા થયેલ છે. રૂ. 50 લાખનાં માતબર ખર્ચ પણ આ કામ અંગે થયેલ કામ શરૂ થયેલ, પરંતુ જે તે વખતે ઘુડખર અભિયાન દ્વારા આ કાર્ય રોકવામાં આવેલ હતું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ રોડનાં કામ માટે વન વિભાગ ઘુડખર અભિયાન તેમજ રાજય સરકારનાં વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં બેઠક થયેલ હતી. જેમાં વિજયભાઈ રૂપાણી દ્વારા રાજય સરકાર દરખાસ્ત કરી પુનઃ બંધ થયેલ આ રોડની કામગીરી શરૂ થાય તેવી માહિતી છે. આ રોડ બનતાં કચ્છમાં આવાગમન માટે લગભગ 80 કિ.મી. જેટલું અંતર ઘટશે. કચ્છ-સુરેન્દ્રનગર જીલ્લાનાં પ્રજાજનો આ રોડ બનશે તો તેની જનમાનસ ઉપર ખુબ જ સારી અસર થશે. કચ્છ જીલ્લો સરહદી રાજય છે. જેથી સુરક્ષાના કારણે તેમજ મીલીટરી થલસેનાનાં વાહનોનાં આવાગમન માટે આ રસ્તો ઘણો જ ઉપયોગી થશે. આ અગાઉ હળવદનાં ભૂતપૂર્વ ધારાસભ્ય તેમજ ભૂતપૂર્વ રાજય સરકારનાં મંત્રી જયંતીભાઈ કવાડીયા દ્વારા પણ આ બાબતે રજુઆત થયેલ છે. જે તે વખતે આ માર્ગનાં એસ્ટીમેટ પણ બની ગયા છે તો આ નવો માર્ગ બને તે માટે માર્ગ અને મકાન વિભાગને જરૂરી સુચના આપી આગળની કાર્યવાહી કરવા માંગ ઉઠાવાઈ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..