બન્ને તાલુકાના ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજુઆત કરી મોરબી : મોરબી અને માળીયામાં અતિવૃષ્ટિથી પાકને વ્યાપક નુકશાની થઈ હોવાની ખેડૂતોમાં ફરિયાદ ઉઠી હતી. આથી મોરબી અને માળીયામાં અતિવૃષ્ટિથી પાકને થયેલી વ્યાપક નુકશાનીનું ખેડૂતોને વળતર ચુકવવાની માંગ સાથે મોરબી, માળીયાના ભાજપના અગ્રણી અને જિલ્લા ભાજપે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજુઆત કરી હતી. મોરબી જીલ્લાના મોરબી તથા માળીયા(મી) તાલુકામાં ગામડામાં અતિવૃષ્ટીને લીધે ખેતીમાં સંપૂર્ણપણે પાક ફેઈલ છે. તેનો સર્વે કરી ખેડતોને વળતર આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા તથા માળીયા(મી) તાલુકા ભાજપ પ્રમુખ મુમણીલાલ સરડવાએ રજુઆત કરેલ છે. તેમન ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો મોરબી તાલુકાના આમરણ વિસ્તારમાં પ્રવાસ દરમિયાન રૂબરૂ તથા લેખિતમાં રજુઆત કરતા પાકની નુકશાની રૂબરૂ બતાવી વળતર ચુકવવાની માંગ કરી છે તેમ જિલ્લા ભાજપ મહામંત્રી અને કાર્યાલય મંત્રી રણછોડભાઈ દલવાડીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276