મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પશુપાલકોને સહાય આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના રમેશભાઈ રબારીની રજુઆત માળીયા મી. : થોડા દિવસો પૂર્વે માળીયા મી. તાલુકાના આશરે અગ્યારેક ગામોમાં કોઈ ભેદી રોગચાળાને કારણે દુધાળા પશુઓના મોત થયા હતા. પશુપાલકોની સ્થિતિ આવા સંજોગોમાં કફોડી બનતા માલધારી સેલે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવવા ઉચ્ચકક્ષાએ માંગણી કરાઈ છે. પાછલા 15 દિવસો દરમ્યાન માળીયા મી. તાલુકાના ભાવપર, સુલતાનપુર, તરઘરી, વેજલપર, ઘાટીલા, સરવડ, ચીખલી, મહેન્દ્રગઢ, મેઘપર, ખીરસરા, કુંભારીયા સહિતના ગામોમાં દુધાળા પશુઓમાં કોઈ ભેદી રોગચાળાને લઈને પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. ખાસ કરીને ભેંસોમાં આ અકળ બીમારી જોવા મળી રહી છે કે જેમાં પશુઓના મૂત્રમાં કાળું લોહી આવવાનું શરૂ થયા બાદ ચક્કર ખાઈને પશુ પડી જઈ બેશુદ્ધ બન્યા બાદ મોતને ભેટે છે. પાછલા 15 દિવસો દરમ્યાન આશરે 50 જેટલા દુધાળા પશુઓના મોત બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપ પ્રમુખ રમેશભાઈ બી રબારીએ પશુપાલન વિભાગના મંત્રી, મોરબી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના તંત્રને આ બાબતે રજુઆત કરી હતી. આ ભેદી રોગચાળા બાબતે ગ્રામીણ વિસ્તારોમાં સર્વે કરાવી તેનું યથાયોગ્ય નિરાકરણ કરવાની તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પશુપાલકોને તાત્કાલિક વળતર ચૂકવાની પણ ઉક્ત રજુઆતમાં માંગણી કરવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate