મોરબી : મોરબીના સામાજિક કાર્યકર જીતુભાઇ ઠક્કરે નવા ડેલા રોડ પર કેમેરાનો પોલ પુન: કાર્યરત કરવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિક્ષકને લેખિત રજૂઆત કરી છે. મોરબીના નવડેલા રોડ પર વિજય ટોકીઝ પાસે ખોડિયાર ટી સ્ટોલની સામે ઉભો કરાયેલ વિજિલન્સ કેમેરાનો પોલ આશરે 2-3 મહિના પહેલા અજાણ્યા વાહનચાલકે ઠોકર મારીને પાડી દીધેલ છે. જે ત્યારબાદ આજ પર્યંત પુન: કાર્યરત કરવામાં આવ્યો નથી. આ રોડ પર વેપારીઓની આવન-જાવન સતત રહે છે. તેથી, સલામતીની દ્રષ્ટિએ આ પોલ પુન: કાર્યરત થાય તે જરૂરી છે. ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા આ જગ્યાની મહત્તા તથા વ્યાપારિક ઉપયોગને સમજીને વહેલી તકે આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.