ભગતસિંહ ક્રાંતિ દલ દ્વારા કલેકટરને આવેદન મોરબી : શહિદ ભગતસિંહને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવા બાબતે ભગતસિંહ ક્રાંતિ દલ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સંબોધીને કલેકટર જે. બી. પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ગત 23 માર્ચ, 2020 નાં રોજ 'રન ફોર ભગતસિંહ' અભિયાન હેઠળ ભગતસિંહ ક્રાંતિ દળનાં પચીસ યુવાનોએ સોમનાથથી દિલ્હી સુધીની 2200 કિલોમીટરની સાઈકલ યાત્રા કરી એક લાખ જેટલાં નાગરીકોની સહી સાથે આ દેશનાં વીર સપૂત શહિદ ભગતસિંહ અને તેમના ક્રાંતિકારી સાથીઓને માનભેર શહિદનો દરજ્જો પ્રાપ્ત થાય તથા તેઓ ભારત રત્ન એવોર્ડ થી સન્માનિત થાય તેવું આવેદન નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રુબરુ પહોંચીને આપ્યું હતું. આ આવેદન પત્રમાં દર્શાવેલી તમામ માંગ તાત્કાલિક પૂર્ણ થાય તે માટે આજે ફરીથી નિવેદન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી શહિદ ભગતસિંહ અને તેમના ક્રાંતિકારી સાથીઓને ભારત રત્ન એવોર્ડ નહીં મળે ત્યાં સુધી અભિયાન ચાલુ રહેશે. સમગ્ર દેશવાસીઓનાં હૃદયમાં રહેલ આ વિચારને અનુમોદન આપી તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..