મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા ઉદ્યોગ એકમોને સહાય પુરી પાડવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માંગણી કરાઈ છે. તેઓએ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે મોરબી જીલ્લાના નાના-મોટા ઉદ્યોગો થકી ગુજરાત રાજયના આર્થિક વિકાસમાં સિંહફાળો આપવા માટે અગ્રેસર રહે છે. હાલ કોરોનાના સંકટના મહામારીના સંજોગોમાં લગભગ છેલ્લા 2 માસથી નાના-મોટા તમામ ઉદ્યોગ એકમોએ ઉત્પાદન પ્રક્રીયા બંધ કરી સરકારના વિધિવત આદેશોનું પાલન કરી, આ સંજોગોમાં સરકાર સાથે ઉભા રહેવાનું પ્રત્યક્ષ સંદેશ પાઠવેલ છે. છેલ્લા 2 માસથી નાના-મોટા તમામ ઉદ્યોગ એકમોનો આવકનો તમામ સ્ત્રોત બંધ છે. છતા આ એકમોમાં કામ કરતા શ્રમીકોને રહેવા-જમવાની તામામ સગવડો તેમજ તેઓના કર્મચારી/ શ્રમીકોને વેતન પણ ચુકવેલ છે. આથી, સરકાર પણ આવા આવા સંજોગો નાના-મોટા ઉદ્યોગ દ્વારા કરાયેલ ખર્ચમાં 50% ભાગીદારી સહાય નોંધાવી છે. તેઓને મદદરૂપ થાય તેમજ સરકાર એ લોકો દ્વારા બેંકો પાસેથી લીધેલ લોનના હપ્તા ત્રણ માસ માટે સ્થગીત કરેલ છે. જેમાં પણ ત્રણ માસના વ્યાજ માફ કરવા માટે અપીલ કરાઈ છે.