મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે ઓવરબ્રીજની જરૂરિયાત કરતા વધારે જરૂરિયાત વરસાદના પાણીના નિકાલની તેમજ ભૂગર્ભ ગટરની છે. તો આ બાબતે યોગ્ય આદેશો કરી મંજુર કરવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસીએશનના મોરબીના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી જીલ્લાના મહેન્દ્રનગર ગામે આવેલ ચારરસ્તા ખાતે ઓવરબ્રીજ બનાવવા માટે મોરબીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા ઓવરબ્રીજનું ખાતમુહુર્ત કરવામાં આવેલ છે. પરંતુ મહેન્દ્રનગર ગામને ખુબ જ અગત્યની અને સૌથી વધારે જો કોઈ જરૂરિયાત હોય તો તે છે, વરસાદના પાણીના નિકાલની અને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરવાની. પરંતુ તંત્ર આ બાબતે કોઈ જાતનું ધ્યાન આપતું નથી. તો તાત્કાલિક અસરથી આ વ્યવસ્થા ઉભી કરવા માટે લાગત તંત્રને યોગ્ય આદેશો કરીને મહેન્દ્રનગર ગામને ન્યાય અપાવવા અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..