કાઉન્સિલર જયરાજસિંહ જાડેજાએ પાલિકા તંત્રને રજુઆત કરી મોરબી : મોરબીમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે અને સરકારી કચેરીમાં કોરોનાથી બચવા માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.ત્યારે મોરબી પાલિકાના વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર જયરાજસિંહ જાડેજાએ નગરપાલિકાની ચીફ ઓફિસરને ઉદેશીને રજુઆત કરીને મોરબી પાલિકામાં કર્મચારીઓ અને અરજદારો માટે માસ્ક-સેનીટાઇઝરની વ્યવસ્થા કરવા માંગ કરી છે. રજુઆતમાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારની સૂચનાઓ અને ગાઈડ લાઈન પ્રમાણે તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી નગરપાલિકામાં પણ આવા જ ગંભીર પ્રકારના તકેદારીમાં પગલાં લેવાની જરૂર છે. જેમાં નગરપાલિકાના તમામ કર્મચારીઓ અને અરજદારો માટે વિનામૂલ્યે માસ્ક-સેનીટાઇઝરની વ્યવસ્થા કરવા માંગ કરી છે અને સેનીટાઇઝર બાદ જ પ્રવેશ આપવાની પણ માંગ ઉઠાવી છે. આ ઉપરાંત, શહેરમાં હાલ ઠેરઠેર ભૂગર્ભ ગટરની ગંદકી ઉભરાઈ છે અને ઠેરઠેર કચરાના ગંજ ખડકાયા છે. ત્યારે કોરોનાના લઈને જાહેર આરોગ્યની સલામતી જળવાઈ રહે તે માટે શહેરની ભૂગર્ભ ગટર અને કચરાના ગંજના પ્રશ્નનું વહેલાસર યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી છે.