મોરબી : મોરબી જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા દ્વારા મોરબીમાં સામાજીક પ્રસંગોને સરકારની ગાઇડ લાઇનમાં દર્શાવેલ શરતોના પાલન સાથે મંજુરી આપવાની માંગ કલેકટર જે. બી. પટેલને કરવામાં આવેલ છે. તેઓએ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે વર્તમાનમાં કોરોનાની મહામારીનાં સમયમાં જીલ્લામાં અત્યાર સુધીમાં માત્ર એક કેસ નોંધાયેલ છે અને લોકડાઉનનાં સમયમાં સૌ આ મહામારીને નાથવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. જે સૌની નૈતિક ફરજ પણ છે. વધુમાં, સરકાર લોકોના જીવનને સુચારૂરૂપે ચલાવવા માટે સસ્તા અનાજની દુકાનો, પ્રોવિઝન સ્ટોરની દુકાને, શાકભાજી વેચવા તેમજ ખેડતોના માલ માટે માર્કેટીંગ યાર્ડ ચોક્કસ નિયમોના પાલનની શરતો એ હરરાજીની મંજરી આપેલ છે. જયારે હાલની આ સ્થિતીમાં પરંપરાગત રીતે લગ્નપ્રસંગ કે અંતિમયાત્રા કે અન્ય સમાજીક કાર્યો ઉકેલવા તેટલા જ જરૂરી હોય છે. આથી, વ્યકિતગત કિસ્સામાં સામાજીક પ્રસંગોને લોકડાઉનની શરતોને આધીન મોરબી જીલ્લામાં લગ્ન, મરણ તથા મામેરા જેવા સામાજીક પ્રસંગો ઉકેલવા માટે જરૂર જણાયે શરતો સાથે પણ મંજુરી આપવા અપીલ કરવામાં આવેલ છે.