મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા મોરબીમાં અખાત્રીજના થતા લગ્નને મંજૂરી આપવાની માંગણી કલેક્ટર જે. બી. પટેલને વોટ્સએપ મારફતે કરવામાં આવેલ છે. આ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે મોરબી જિલ્લામાં તમામ સમાજના લોકો સંતાનોના લગ્નનો પ્રસંગ અખાત્રીજના દિવસે રાખતા હોય છે અને આ લગ્ન પ્રસંગની તમામ તૈયારીઓ ચાર-પાંચ મહિના અગાઉ કરી લેતા હોય છે. જે પરિવારમાંથી લગ્ન પ્રસંગનું આયોજન હોય છે. તે તમામ પરિવાર તમામ પ્રકારની લગ્નને લગતી તમામ ખરીદી વહેલાસર કરી લેતા હોય છે. તે ઉપરાંત, લગ્ન પ્રસંગમાં ઉપયોગમાં લેવાતી તમામ ચીજ વસ્તુ તૈયારીઓ વહેલાસર થઈ ગયેલ હોય છે અને અખાત્રીજની તારીખો પણ બંને પક્ષ તરફથી નક્કી થઈ ગયેલ હોય છે. ત્યારે જે પરિવારને અખાત્રીજના લગ્ન પ્રસંગ યોજવાનો હોય તેવા પરિવારોને આપની કક્ષાએથી સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી રીતે લગ્ન પ્રસંગ યોજવા તેમજ જે પરિવારના લગ્ન પ્રસંગ આયોજન કરેલ છે તેઓને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવવા જવાની મંજૂરી આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવેલ છે.