મોરબી : મોરબીમાં દબાણો હટાવ્યા બાદ પાથરણા કે રેકડીવાળા લોકોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ સાથે ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી છે. તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે ડીમોલેશનની જે કામગીરી થાય છે. તેમાં નાના, મોટા કે વ્હાલા- દવલાની નીતિથી પર રહીને ખોટી રીતે દબાણ કરનાર કોઈ પણને છોડવામાં ન આવે. દબાણ હટવું ખુબજ જરૂરી છે.બીજું કે દબાણ હટાવતા નાના રેકડીવાળા- પાથરણાવાળા કે જે રોજનું રોજ પેટીયું રળતા હોય તેવા લોકો માટે વૈકલ્પિક જગ્યા તાત્કાલિક આપવામાં આવે. સ્કાય મોલની સામે ફૂટપાથ ઉપર તેમજ રોડ ઉપર વાહનો પાર્ક કરેલ હોય છે. જેના કારણે રસ્તે આવતા જતા લોકોને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. તો આવા લોકો સામે કડક હાથે કામ લેવા માંગણી છે.