મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની વેક્સિન લેવા માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આથી, કેન્દ્ર પર ભીડ થઇ જતાં વધુ સ્લોટ ફાળવવાની માંગ ઉઠી છે. તાજેતરમાં ભારત સરકારના ફ્રી વેકિસનેશન મહાઅભિયાન બાદ વેકિસન લેવા માટે લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર યુવા વર્ગનો ધસારો જોવા મળ્યો છે. તેમજ લાલપરની આજુબાજુ સિરામિક ઇન્ડસ્ટીયલ એરીયા હોવાથી પરપ્રાંતીય સિરામિક વર્કરો પણ વેકિસન લેવા ઉત્સુક જણાઈ રહ્યા છે. આથી, લાલપર પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં સ્લોટ વધારવા જીલ્લા આરોગ્ય અધિકારી પાસે માંગણી કરી હોવાનું અરવિંદ વાસદડીયાએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના વેક્સિનની કામગીરી માટે લાલપર ગ્રામ પંચાયત સભ્ય કમલેશ વિલપરા અને યુવાનો તથા મેડીકલ ઓફીસર હિરેનભાઇ સહિત તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હોવાનું યાદીમાં જણાવાયું છે.