મોરબી : મોરબીમાં દિવ્યાંગ ભાઈને લાયન્સ કલબ દ્વારા ટ્રાઇસિકલ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મહાનુભાવોની પણ હાજરી રહી હતી. લાયન્સ ક્લબ ઑફ મોરબી સીટી દ્વારા એક દિવ્યાંગભાઇને ટ્રાઇસિકલ અર્પણ કરવામાં આવી હતી. આ તકે એમજેએફ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ચંદ્રકાંત દફ્તરી તેમજ જોન ચેરમેન રમેશ રૂપાલા, ભીખાભાઈ લોરીયા, પ્રોજેક્ટ ચેરમેન ટી .સી ફૂલતરિયા તેમજ જગદીશ ભાઈએ હાજરી આપીને દિવ્યાંગ ભાઈને શુભેછા પાઠવી હતી.