શહેરની કુલ 11,895ની વસતીને 6 વોર્ડમા વિભાજીત કરાઈકુલ 24 બેઠકોમાં 50 ટકા લેખે 12 બેઠક સ્ત્રી અનામત, અનુસૂચિત જાતિ માટે એક બેઠક, 8 બેઠક સામાન્યટંકારા : ટંકારા શહેરને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુરુવારે ટંકારા નગરપાલિકાનું સીમાંકન અને વોર્ડ રચના જાહેર કરી છે. શહેરની કુલ કુલ 11,895ની વસતીને 6 વોર્ડમા વિભાજીત કરવામાં આવી છે. જેમાં કુલ 24 બેઠકોમાં 50 ટકા લેખે 12 બેઠક સ્ત્રી અનામત, અનુસૂચિત જાતિ માટે એક બેઠક, 8 બેઠક સામાન્ય અને છ બેઠકો પછાતવર્ગ માટે અનામત જાહેર કરવામાં આવી છે. સીમાંકન જાહેર થતા જ સંભવત: આગામી ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાઈ તેવા સંકેતો મળી રહ્યા છે.રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુરુવારે ટંકારા નગરપાલિકા માટે વોર્ડ રચના અને સીમાંકન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, અગાઉ નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ તુરત જ વોર્ડ રચના જાહેર થઈ હતી પરંતુ કલ્યાણપર ગામે નગરપાલિકામાં સમાવિષ્ઠ થવાનો વિરોધ કરતા સીમાંકન ડખ્ખે ચડ્યું હતું. જે બાદ નવેસરથી પ્રક્રિયા કરી ગુરુવારે ટંકારા શહેરના વિવિધ વિસ્તારોને 6 વોર્ડના સમાવી 24 બેઠકો માટે વોર્ડ રચના જાહેર કરવામાં આવી હતી. દરેક વોર્ડની પહેલી અને બીજી બેઠક સ્ત્રી અનામત જાહેર કરવાની સાથે રોટેશન મુજબ પછાત વર્ગ માટે પણ જાહેર કરવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર બેમાં ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ સમાજ માટે તેમજ દરેક વોર્ડની ચોથી બેઠક સામાન્ય જાહેર કરવામાં આવી છે. કુલ 24 બેઠકમાં એક અનુસૂચિત જાતિ માટે, 12 બેઠક સ્ત્રી અનામત, છ બેઠક પછાત વર્ગ માટે તેમજ 8 બેઠક સામાન્ય જાહેર કરવામાં આવી છે.ક્યાં વોર્ડમાં કયો વિસ્તાર● વોર્ડ નંબર -1ટંકારા શહેરમાં વોર્ડ નંબર -1મા રૂપાવટી સોસાયટી, કિશાનનગર, ગાયત્રીનગર નજીક ઇટના ભઠ્ઠા, વેડવા દેવીપૂજક વાસ, અમરાપર રોડ મફતિયાપરા, ઊગમણા નાકા અને ગાયત્રીનગર પાસેના મફતીયાપરા વિસ્તારનો સમાવેશ થાય છે.● વોર્ડ નંબર -2 ટંકારા શહેરના વોર્ડ નંબર 2મા ઊગમણા નાકા, ખડીયાવાસ, કોળીવાસ, સિંધી નાકુ, ખડીયાવાસ મેઈન રોડ, લો વાસ, લક્ષ્મીનારાયણ શેરી, બજાર લાઇન, ઘેટિયાવાસ, મઠવાળી શેરી, મેમણવાસ, દેવીપૂજક વાસ મોરબીનું નાકુ અને સંધીવાસ● વોર્ડ નંબર -3ટંકારા શહેરના વોર્ડ નંબર 3મા દેરીનાકા રોડ, દેરીનાકા, ભરવાડવાસ, હવેલી શેરી, આર્યસમાજ, ભડની શેરી, મેઈન બજાર, અપાસરા શેરી, ઘેટિયા વાસ, રાવળવાસ, લક્ષ્મીનારાયણ શેરી, ગામઠી શેરી, ગામઠી શાળા વાળી શેરી, ત્રણ હાટડી ચોક અને મકરાણી શેરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.● વોર્ડ નંબર -4ટંકારા શહેરના વોર્ડ નંબર 4મા મંદિરશેરી, મોચી બજાર, ત્રણ હાટડી શેરી, મસ્જિદની બાજુમાં, મોરબી નાકુ, સરકારી દવાખાનું, સંધિવાસ, નગરનાકા, ઠક્કરબાપા વસાહત, જેટકો કોલોની, મામલતદાર કચેરી કવાટર્સ, પોલીસ કવાટર્સ, ઝમઝમનગર, યોગેશ્વર સોસાયટી, જેટકો પાછળ કલ્યાણપર રોડ, પીડબ્લ્યુડી વિસ્તાર, તિલકનગર, અમરાપર રોડ અને ઊગમણા નાકા બહારનો વિસ્તાર સમાંવીષ્ઠ કરાયો છે.● વોર્ડ નંબર -5ટંકારા શહેરના વોર્ડ નંબર -5માં લક્ષ્મીનારાયણ નગર સોસાયટી, સરદાર સ્કૂલ સામે વાંઝાવાસ, આર્યનગર, અયોધ્યાપુરી, હરિઓમ નગર, સરદારનગર, વૈભવનગર, પટેલ નગર અને એમડી કો ઓપરેટિવ સોસાયટીનો સમાવેશ કરાયો છે.● વોર્ડ નંબર - 6 ટંકારા શહેરના વોર્ડ નંબર 6મા મેઈન બજાર, મોચીબજાર, નગરનાક મેઈન રોડ, જીવાપરા શેરી, રાધા કૃષ્ણ શેરી, ભાટિયા શેરી, મુમના શેરી, નગરનાકા રોડ, મેઈન બજાર, તાર બાવાનો તકિયો, ખત્રીશેરી, દયાનંદ ચોક, ગોકુળનગર, 100 ચોરસવાર વિસ્તાર, પંચમુખી હનુમાનજી મંદિર પાછળ અને રાજકોટ મોરબી હાઇવે રોડ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.