મોરબી : મોરબીમાં ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ માર્કેટિંગ યાર્ડની સામે આવેલા સિદ્ધેશ્વર મહાદેવના મંદીરે આજે સાંજે 7 કલાકે આદ્રા નશ્રત્ર હોવાથી ત્રિવેદી એશોસીએટસ તરફથી મહાદેવજીને ફૂલોના શણગારથી સજાવી દીપમાળા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઆરતી ઓરકેસટાના તાલે રાખવામાં આવી છે. ત્યારે આ મહાઆરતીના દર્શનનો લાભ લેવા માટે મંદિરના પૂજારી પ્રવીણગીરી મહારાજ દ્વારા તમામ શિવ ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.